માનવમાત્ર માટે જીવન એ યુદ્ધ છે, જેમાં હારી જવું કે જીતી જવું એ માણસ તે યુદ્ધ કેવી રીતે લડે છે, તેની ઉપર આધાર રાખે છે. આ સંદર્ભે ભારતની આધ્યાત્મિક ભૂમિ ઉપર ગ્રંથ સ્વરૂપે પાંગરેલું અને વિશ્વ સ્તરે વિસ્તરેલું શાશ્વત પુષ્પ ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ સદીઓથી માનવમાત્ર માટે સંજીવની સમું બની રહ્યું છે.
જ્યારે જીવનસંગ્રામ લડતાં લડતાં માણસ થાકી જાય છે કે ભાગી જાય છે, ત્યારે તેનો ઉકેલ શો? જીવનસંગ્રામ આગળ ધપાવવું? કે પરાસ્ત થઈ હથિયાર હેઠાં મૂકી દેવાં? આવે સમયે કોની મદદ લેવી? આ પ્રશ્નો યક્ષપ્રશ્ન જેવા બની રહે છે. પણ જે કોઈ વ્યક્તિની જાણમાં ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ છે, તે શ્રદ્ધાપૂર્વક તેની પોતાની પ્રકૃતિ પ્રમાણે અનુસરે, તો ચોક્કસપણે જીવનસંગ્રામ જીતી જાય છે.
આ ગ્રંથ ભૂત, વર્તમાન અને ભવિષ્ય – અર્થાત્ કાળનાં ત્રણેય વહેણોમાં વહેવાનું સામર્થ્ય ધરાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, જ્યાં સુધી માનવજાતનું અસ્તિત્વ રહેશે, ત્યાં સુધી ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ માનવીના જીવનસંગ્રામમાં ઉપદેશક બની રહેશે.
તેની વિશેષતા એ છે કે તેમાં માનવજીવનને સ્પર્શતાં તમામેતમામ પાસાંઓને અનુલક્ષીને માર્ગદર્શન રજૂ થયું છે. તે તત્ત્વચિંતનનો જ નહીં પરંતુ વ્યવહારનો પણ ગ્રંથ છે, જીવન જીવવાની કળા શીખવતો ગ્રંથ છે.
સૌના જીવનમાં આવતા ઝંઝાવાતો સામે ટકી રહેવાનું શીખવતા આ મહાન ગ્રંથની સરળ ભાષામાં સમજૂતી અહીં આપવામાં આવી છે.
Weight | 0.170 kg |
---|---|
Dimensions | 8.5 × 5.5 × .2 in |
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789361978319
Month & Year: February 2025
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 130
Dimension: 8.5 × 5.5 × .2 in
Weight: 0.170 kg
Additional Details
ISBN: 9789361978319
Month & Year: February 2025
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 130
Dimension: 8.5 × 5.5 × .2 in
Weight: 0.170 kg
Be the first to review “Shrimad Bhagwadgitama Jivankala”
You must be logged in to post a review.