સૃષ્ટિના તખતા પર પ્રવેશ કરતી વખતે આપણને કોઈ Do’s અને Don’t કહીને મોકલવામાં નથી આવતા. આપણે બસ આવી જઈએ છીએ, નિરંતર ચાલતી પ્રણાલીના ભાગરૂપ. નાભિથી લીધેલા પહેલા શ્વાસથી લઈને આ વરદાયિની ગ્રહ પર છોડેલા અંતિમ શ્વાસ સુધી આપણી ભૂમિકાનું ‘કાસ્ટિંગ’ કોણે, કેમ, કેવી રીતે કર્યું એની સમજણ કેળવવામાં આપણે પસાર થઈ જઈએ છીએ.
રંગદેવતાની આરાધના કરનાર રંગકર્મીઓ સતત શોધતા હોય છે… ખુદને કોઈ પાત્રમાં… એવા કલાકારો જેઓ એક જીવનમાં અનેક જીવન જીવવાની ખેવના અને ધગશ ધરાવે છે તેમને આ ક્ષેત્રની ભૂગોળ સમજાવતું આ પુસ્તક એટલે ‘લાઇટ્સ… કૅમેરા… ઍક્શન!’.
મકરંદ દવેની ખૂબ જાણીતી કાવ્યપંક્તિ ‘ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ, ને ગમતાંનો કરીએ ગુલાલ…’ને અક્ષરસ અનુસરીને ‘ધરા’એ પોતાની સમજણ તથા અનુભવોથી સમૃદ્ધ એવું મહામૂલું ભાતું કલાક્ષેત્રના દરેક અભ્યાસુઓ સારુ અહીં ખુલ્લું મૂક્યું છે.
વિચારીને કે વણવિચારે આ ક્ષેત્રમાં ઝંપલાવનાર દરેકને દરેક પગલે ટકોર કરી યોગ્ય દિશાસૂચન કરવાની સૂઝ જેણે ધરાને આપી એ ‘રંગદેવતા’ને વંદન.
— ધ્વનિત ઠાકર
(RJ, લેખક, અભિનેતા)
Be the first to review “Lights Camera Action”
You must be logged in to post a review.