Karan Ghelo

Select format

In stock

Qty

સામાજિક અને ધાર્મિક સુધારક શ્રી નંદશંકર મહેતા લિખિત આ કથા ગુજરાતી ભાષાની પ્રથમ મૌલિક નવલકથા કહેવાય છે. ઐતિહાસિક બૅકગ્રાઉન્ડ ધરાવતી આ નવલકથાનું પ્રકાશન ૧૮૬૬માં થયું હતું.

આ કથા ગુજરાતના છેલ્લા રાજપૂત શાસક કરણ વાઘેલા (ઈ.સ. ૧૨૯૬-૧૩૦૫)ની વાત કરે છે. ગુજરાત રાજ્યની સૌ પ્રથમ રાજધાની અણહીલવાડ પાટણથી શરૂ થતી આ કથા દિલ્હીના શાસક અલાઉદ્દીન ખીલજી સુધી વિસ્તરે છે. આ નવલકથામાં ગુજરાતના છેલ્લા હિન્દુ રાજપૂત રાજાના ઉદય અને સમયકાળની સાથે, મુસ્લિમ રાજકર્તાઓના હાથે પરાસ્ત થયા બાદ કરણ વાઘેલાને મળેલા ‘ઘેલો’ (મૂર્ખ) વિશેષણની વાત રજૂ કરવામાં આવી છે. રાજકીય ચાલ, ધાર્મિક તથા સામાજિક મુદ્દાઓ, પ્રેમ પ્રસંગો, યુદ્ધો જેવી અનેક રોમાંચક ઘટનાઓ આ કથાને રોચક અને વાચનક્ષમ બનાવે છે. વિવિધ ઐતિહાસિક ઘટનાઓ, તથ્યો, ધર્મગ્રંથો અને લખાણોનો ઉપયોગ કરીને લેખકે આ કથાની નમૂનેદાર ગૂંથણી કરી છે.
ગુજરાતી ભાષામાં આ નવલકથા ક્લાસિક ગણાય છે. નંદશંકર મહેતા દ્વારા લખાયેલી આ એકમાત્ર નવલકથા હોવા છતાં, ગુજરાતી સાહિત્યમાં તેમનું નામ અમર થઈ ગયું છે. ૧૮૬૦ના સમયગાળાને વર્ણવતા ઑપન મૅગેઝિનના અર્સિતા સત્તાર આ નવલકથાને ‘ગુજરાતથી આવેલી વસાહતી ક્ષણ’ તરીકે ઓળખાવે છે. આ નવલકથાના અંગ્રેજી અને મરાઠી ભાષામાં અનુવાદ પ્રગટ થયા છે. ૧૯૨૪માં આ નવલકથા પર આધારિત મૂંગી ફિલ્મ `કરણ ઘેલો’ બનાવવામાં આવી હતી. આ કથાના વિષયને આધારે ચંદ્રવદન મહેતાએ સંધ્યાકાળ નામનું નાટક લખ્યું હતું તથા મહાગુજરાત આંદોલન સમયે કનૈયાલાલ મુનશી દ્વારા ભગ્નપાદુકા (૧૯૫૫) અને ધૂમકેતુ દ્વારા રાય કરણ ’ઘેલો (૧૯૬૦) કૃતિઓ લખવામાં આવી. ગુજરાતની પ્રાદેશિક ઓળખનાં મૂળ શોધવા માટે વિદ્વાનો આ નવલકથાનો આજે પણ અભ્યાસ કરે છે.
આ કથા ગુજરાતી જનમાનસ પર ટકી રહી છે, જેને ગુજરાતી ભાષાની ઐતિહાસિક નવલકથાની આધારશિલા માનવામાં આવે છે.

SKU: 9789390572236 Categories: , Tags: , , , , , ,
Weight0.31 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Karan Ghelo”

Additional Details

ISBN: 9789390572236

Month & Year: February 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 278

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.31 kg

નંદશંકર મહેતા ભાષાના લેખક હતા. તેઓ તેમની નવલકથા કરણઘેલો માટે પ્રખ્યાત છે, જે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કહેવાય છે નંદશંકર મહેતાનો જન્મ ગંગાલક્ષ્મી અને તુળજાશંકરને… Read More

Additional Details

ISBN: 9789390572236

Month & Year: February 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 278

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.31 kg