કલ્યાણકારી શોધ અને શોધકો
આજના આધુનિક સમયમાં બાળકમાં જિજ્ઞાસા અને કુતૂહલવૃત્તિ જગાડવાનો એક બહુ મોટો પડકાર આપણી સામે છે. એ માટે આ પુસ્તક મિત્ર અને માર્ગદર્શક બનીને તેમને વિજ્ઞાન સાથેનો રસપ્રદ પરિચય કરાવશે.
આજે વિજ્ઞાન કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે. કોઈ પણ બાળકને એ પ્રશ્ન રહેતો હોય છે કે વિજ્ઞાન શા માટે આપણા જીવનમાં અનિવાર્ય છે? વિજ્ઞાનથી આપણને શું ફાયદો થાય છે? બાળકને આપણે સમજાવી શકીએ કે ઉત્ક્રાંતિના સમયથી આજના આ આધુનિક સમય સુધીની માણસની યાત્રા વિજ્ઞાનને જ આભારી છે ત્યારે જ તેને પોતાના પ્રશ્નોના સંતોષકારક જવાબ મળશે.
માનવજાતનું સતત ભલું થાય એવી શોધો દ્વારા સમાજ અને સંસ્કૃતિને આગળ વધતી રાખવી એ વિજ્ઞાનનો પાયાનો સિદ્ધાંત છે. આ પુસ્તકમાં માનવજાતનું અને વિશ્વનું કલ્યાણ કરે તેવી અનેક શોધો અને તેના શોધકો વિષે વાત કરવામાં આવી છે. સરળ ભાષા અને ચિત્રો દ્વારા દરેક શોધ અંગે રસપ્રદ માહિતી પણ આપવામાં આવી છે.
બાળકોને વિજ્ઞાનમાં વધુ રસ પડે તેવું સરળ, ઉપયોગી અને માહિતીપ્રદ સાહિત્ય તેમના હાથમાં મૂકવાની તીવ્ર ઈચ્છા દરેક મા-બાપ અને શિક્ષકને રહ્યા કરતી હોય છે. આ પુસ્તક એ ઈચ્છાને સંતોષશે એવી તમને ચોક્કસ ખાતરી થશે.
Be the first to review “Kalyankari Shodh Ane Shodhako”
You must be logged in to post a review.