The Weekend Wife

Select format

In stock

Qty

પિતા એટલે આપણા નામની પાછળ લાગતું માત્ર નામ જ નહીં

હરમાન હેસની વિશ્વવિખ્યાત કૃતિ ‘સિદ્ધાર્થ’માં વૈચારિક મતભેદને લીધે પિતા સાથે દલીલો કરી, ઘર છોડી ભટકતો રહેલો સિદ્ધાર્થ, હોડીવાળો બની, નદીમાં પોતાનું પ્રતિબિંબ જુએ છે ત્યારે તે પિતા જેવો દેખાવા લાગે છે, એનો તેને અહેસાસ થાય છે. સિદ્ધાર્થ માટે એ ક્ષણ પરિપક્વતાની હોય છે. આખરે બાપ માત્ર નામની પાછળ લાગતા નામથી જ નહીં, પુત્રની છાતીના સફેદ વાળ કે કપાળની કરચલીથી પણ સંગાથે આજીવન રહે છે. રામનો વિયોગ દશરથ સહી ન શકે અને દશરથવિરહમાં રામ રડી પડે એ ભારતીય કથાજગતની ગંગોત્રી છે.

‘The Weekend Wife’માં વૃત્તાંત-મીમાંસાના સંબંધોના તાણાવાણામાં કેન્દ્રસ્થાને પુત્રનો પિતા માટેનો ઝુરાપો અને ખાલીપો છે. પિતા ઘરમાં ન હોય ત્યારે એમના હોંકારાના ભણકારા વાગતા રહે છે. ઘર જાણે છત વગરનું થઈ ગયું હોય અને એમાંથી સૂરજથી વાદળી નહીં પણ અમાસનું કાળું આકાશ ડોકાતું હોય એવું લાગ્યા કરે. એક ટુકડો જિગરનો કપાઈને ખીણમાં ફેંકાઈ ગયો હોય, પણ ઊંડેથી એની નસ અંતરને ખેંચી રાખતી હોય એવો ભાસ થાય. એકસાથે બધાં પાન ખરી પડે પછી પરિવારના વટવૃક્ષના ઠૂંઠા નીચે જે તાપ લાગે એ પિતા વિનાના ઘરનો સંતાપ. પુત્રનો ઝુરાપો જે કથાનું કેન્દ્ર બને છે એ કથાને આવકાર.

અંકિત દેસાઈ એટલે પારદર્શક માણસ. શબ્દ ને સ્વાદ બેઉનો રસિયો. મોજ, મહેફિલ ને મિત્રોનો માણસ. બક્ષીની ભાષામાં દિલ ફાડીને જીવનારો જણ. આ તેજસ્વી યુવા એવો તણખો છે, જે શબ્દોથી અગ્નિ પ્રજ્વલિત કરી શકે. સાંપ્રત સમયના બે અગત્યના કાલખંડને પત્રકારની આંખે નીરખી, એમણે સાહિત્યસર્જકને હાથે ઢાળી આ કથા લખી છે. નવી રીતે નવા વિષયો છેડતા, સ્વભાવે સાહસિક અને દિમાગે દિલદાર એવી એમની ઘડાયેલી કલમને વહાલથી વધામણાં.

– જય વસાવડા

SKU: 9789394502970 Categories: , Tags: , , ,
Dimensions4.6 × 7 in
Binding

Hard Cover

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “The Weekend Wife”

Additional Details

ISBN: 9789394502970

Month & Year: August 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 160

Dimension: 4.6 × 7 in

માસ કમ્યુનિકેશનમાં માસ્ટર્સ કરીને અંકિત દેસાઈએ 'ગુજરાત ગાર્ડીયન' અખબાર સાથે તેમના પત્રકારત્વની કારકિર્દી શરૂ કરી હતી. કરિયરની શરૂઆતથી જ ન્યૂઝપેપર્સ અને ન્યૂઝ પોર્ટલ્સના ફીચર રાઇટિંગના… Read More

Additional Details

ISBN: 9789394502970

Month & Year: August 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 160

Dimension: 4.6 × 7 in