Tu Chhe Ne!

Category Short Stories
Select format

In stock

Qty

ભગવાને અવાવરુ વાવના ગોખલામાંથી માથું ઊંચું કરી કાન માંડ્યા.
હવામાં સન્નાટો હતો. વાવની પથ્થરિયા દીવાલ ફાડી ઊગી ગયેલા પીપળાની ડાળીઓમાં વીંટળાયેલો સાપ, ઊંડી બખોલોમાં ભરાઈ રહેલાં કબૂતર, ચીપકેલી ગરોળીઓ, ઊંધાં લટકતાં ચામાચીડિયાં કે તિરાડોમાંનાં પારાવાર જીવજંતુઓ બધાં જ જંપી ગયાં હતાં. વાવના ઊંડા ઊતરી ગયેલા ગંદા બંધિયાર જળને તળિયે ગાઢ અંધકાર કુંડળી માંડીને બેઠેલા વિષધર જેવો નિશ્ચલ હતો.

ભગવાને ગોખલામાં રહેલી પથ્થરની મૂર્તિમાંથી મહા પરિશ્રમથી ખેંચીને શરીર બહાર કાઢ્યું અને વાવને પગથિયે બેસી પડ્યા.

પથ્થરમાં કંડારાઈને નાના ગોખલામાં કોણ જાણે કેટલાં વર્ષોથી ઊભા શરીર ખૂબ જકડાઈ ગયું હતું. પગમાં કળતર થતી હતી અને હાંફ ચડી ગઈ હતી. કેટલા દીર્ઘકાળથી લાંબા થઈ નિરાંતે સૂવાની ઇચ્છા થતી હતી. ઘણી વાર મનુષ્યોને અહીં જ ગાઢ નિદ્રામાં જોયેલા.
પણ એ ગત સમયની વાત હતી. હવે અહીં કોઈ મનુષ્ય ફરકતોય નહોતો. કંકુ, ચોખા, અબીલગુલાલ અને દીવડાઓ લઈ આવતી સ્ત્રીઓ જાણે ક્યાં અદૃશ્ય થઈ ગઈ હતી!
ભગવાનને થયું હવે પોતાને જ કાંઈ કરવું પડશે.

(`બોલો, બાંકેબિહારીલાલકી જય.’)

SKU: 9789388882279 Category: Tags: , , , ,
Weight0.15 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Tu Chhe Ne!”

Additional Details

ISBN: 9789388882279

Month & Year: April 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 160

Weight: 0.15 kg

વર્ષા અડાલજાનો જન્મ ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ લેખક ગુણવંતરાય આચાર્યને ત્યાં મુંબઈમાં થયો. શૈશવથી જ સાહિત્ય અને રંગભૂમિમાં રસરુચિ ગળથૂથીમાં મળ્યાં અને અનેક ક્લાસિક નાટકોમાં પ્રમુખ ભૂમિકાઓ… Read More

Additional Details

ISBN: 9789388882279

Month & Year: April 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 160

Weight: 0.15 kg