Shabda Ma Maun Maun Ma Shabda

Select format

In stock

Qty

શબ્દમૌનનો સાક્ષાત્કાર

 

ટી. એસ. એલિયટે એના ‘What is a classic’ નિબંધમાં લખ્યું છેઃ શાશ્વતનું સર્જન ત્યારે જ થાય જ્યારે સંસ્કૃતિ પરિપકવ હોય. આ સંદર્ભે સંસ્કૃત આચાર્ય મમ્મટનું એક સૂત્ર છે, જેનો ભાવાર્થ છેઃ શબ્દ અને અર્થનું સાયુજ્ય એ જ કાવ્ય.

આ કાવ્યસંગ્રહનાં દરેક કાવ્યમાં, વાગ્‌દેવીના વરદાનથી દીક્ષિત થયેલા મૌનનો દિવ્યપ્રકાશ પ્રત્યેક શબ્દના સૂરજમાંથી પ્રગટ્યો છે. શ્વાસના ખરલમાં મૌનને ઘૂંટ્યાં પછી જે શબ્દાસવ પ્રગટ્યો છે તે આ કાવ્યસંગ્રહનો પિંડ છે.

‘શબ્દો દેવસ્ય ધીમહિ’નો ગર્ભનાદ તમને આ સંગ્રહનાં દરેક કાવ્યમાં સંભળાશે.

મૌનના ઘૂઘવતા મહાસાગરમાં શબ્દનો તરાપો લઈને નીકળેલા કવિ, તમારી સંવેદનાને દરેક કાવ્યની છાલકથી ભીંજવી દેશે! શબ્દસાગરના તળિયે પડેલા પાણીદાર મૌનમોતીનો, કવિએ કરાવેલો સાક્ષાત્કાર, એટલે શબ્દમાં મૌન, મૌનમાં શબ્દ!

Weight0.11 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Shabda Ma Maun Maun Ma Shabda”

Additional Details

ISBN: 9789393795977

Month & Year: February 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 116

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.11 kg

1938ની 3 ફેબ્રુઆરીએ જન્મેલા વિદ્વાન લેખક શ્રી ચન્દ્રકાન્ત શેઠનું મૂળ વતન ખેડા જિલ્લાનો ઠાસરા તાલુકો અને જન્મસ્થળ પંચમહાલ જિલ્લાનું કાલોલ ગામ. તેમણે વિદ્યાવાચસ્પતિની પદવી માટે… Read More

Additional Details

ISBN: 9789393795977

Month & Year: February 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 116

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.11 kg