Sanjivani Sparsh

Category Reminiscence
Select format

In stock

Qty

પ્રભુના લાડકવાયા

કહેવાય છે કે ઈશ્વર માટે દરેક જગાએ પહોંચવું શક્ય નથી હોતું અને તેથી જ એ એવી વ્યક્તિઓને આપણી પાસે મોકલે છે કે જેમના સંજીવની સ્પર્શમાત્રથી જ આપણે શાતાનો દિવ્ય અનુભવ મેળવી શકીએ.

પ્રભુના આ લાડકવાયા લોકોના જીવનનો એકમાત્ર હેતુ સમાજના દરેક વર્ગના લોકોનું કલ્યાણ કરવાનો હોય છે. આજના કળિયુગમાં જ્યારે પરમાર્થનું કામ કરવું એ તપ અને સાધના ગણાય છે ત્યારે આ લોકો તન, મન, ધન અને વચનથી અન્ય કોઈ પણ અપેક્ષા, આશા કે ઈચ્છાઓ રાખ્યા વગર પરમાર્થનું કામ કરતા જ રહે છે.

એવું ઘણી વાર બનતું હોય છે કે પ્રસિદ્ધિ અને પ્રચારનો ચળકાટ જોવા માટે ટેવાયેલી આપણી આંખો – નેપથ્યમાં રહીને સમાજજીવનનાં ઉત્થાન માટે કામ કરતા આવા લોકોને જોઈ શકતી નથી. સમાજના ઘરેણાં જેવાં આ લોકો જ પોતાની સંવેદનાની અનુભૂતિ દ્વારા સંસ્કૃતિનું ઘડતર કરતા હોય છે.

જો તમારે સારું કામ કરવું હોય તો કોઈને કોઈ રીતે ઈશ્વર તમને મદદ પહોંચાડતા જ હોય છે એ વાતની અનુભૂતિ તમને આ સત્યઘટનાત્મક અને ચમત્કારિક અનુભવોના વાંચનથી થશે. આજે જ આ પુસ્તક વાંચો અને તમારા સ્નેહીજનોને આ પુસ્તકની ભેટ આપી તમે પણ સત્કાર્યની સુગંધ સમાજ સુધી પહોંચાડીને પ્રભુના લાડકવાયા બનો.

SKU: 9788194397731 Category: Tags: , , , , , ,
Weight0.11 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Sanjivani Sparsh”

Additional Details

ISBN: 9788194397731

Month & Year: November 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 120

Weight: 0.11 kg

ડૉક્ટર રાજેશ તૈલી, રાજકોટમાં જાણીતા જનરલ ફિઝિશિયનમાંથી એક. વર્ષોથી તેઓ રાજકોટમાં પ્રેક્ટિસ કરે છે. સાથે તેઓ એક અનોખું કામ પણ કરે છે અને તે છે… Read More

Additional Details

ISBN: 9788194397731

Month & Year: November 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 120

Weight: 0.11 kg