Sampatti Nu Sarjan

Select format

In stock

Qty

સંપત્તિનું સર્જન
19થી 21મી સદી સુધીની તાતા પેઢીની કથા

1868માં જ્યારે જમશેદજી તાતાએ એક વેપારી પેઢી શરૂ કરી ત્યારે ઘણા ઓછા લોકોને ખ્યાલ આવ્યો હશે કે તેઓ આધુનિક ભારતને ઘડવા માટેનું સ્વપ્ન જોઈ રહ્યાં છે. આજે દોઢ સદી પછી તાતા કુટુંબ ગર્વપૂર્વક કહી શકે તેમ છે કે તેઓએ તેમના સ્થાપકના સ્વપ્નને સાકાર કર્યું છે.
પરંતુ સફળતાનો માર્ગ ક્યારેય સરળ નથી હોતો. આ પુસ્તકમાં પહેલી જ વાર રતન તાતાની રાહબરી નીચે તાતા જૂથે કેવી રીતે 1992 પછીના આર્થિક સુધારાઓને લીધે આવેલા બદલાવ સામે બાથ ભીડી હતી તેનું બયાન આપવામાં આવ્યું છે. જેમાં તેમના સાથીદારોના વિરોધની વાત પણ આવી જાય છે.
આ પુસ્તકમાં તાતા કુટુંબે કઈ રીતે ભારત દેશના ઘડતરમાં ભાગ ભજવ્યો છે તેની વાત કરવામાં આવી છે. તાતા કુટુંબ ફક્ત ઉદ્યોગપતિઓ તરીકે જ સફળ થયા છે તેવું નથી, પરંતુ તેઓએ એકલે હાથે એવાં ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપ્યું છે, જેના વિશે તે વખતે કોઈને વિચાર સુદ્ધાં પણ આવતા ન હતા.

પોતાને માટે ધન કમાવું અને બીજાઓ માટે સંપત્તિનું સર્જન કરવું એ બે જુદી વસ્તુઓ છે. આ એક એવી પેઢીની કથા છે જેણે રાષ્ટ્ર માટે સંપત્તિનું સર્જન કર્યું છે. તે મથામણોની અને ચિંતાની, સાહસની અને સિદ્ધિની કથા છે એ કથા હજી પૂરી નથી થઈ…

SKU: 9789390572052 Categories: ,
Weight0.34 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Sampatti Nu Sarjan”

Additional Details

ISBN: 9789390572052

Month & Year: January 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 320

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.34 kg

1948માં 19 વર્ષની ઉંમરે રુસી એમ. લાલાએ પત્રકારત્વથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. 1959માં તેઓ લંડનના પહેલા ઇન્ડિયન બુક પબ્લિશિંગ હાઉસના મૅનેજર બન્યા હતા અને… Read More

Additional Details

ISBN: 9789390572052

Month & Year: January 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 320

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.34 kg