Sadhuthi Sevak

Select format

In stock

Qty

• જીવનમાં જાતે અનુભવ્યું હોય તેવા સત્યને જ હું સર્વોપરી માનું છું. તે સાથે પ્રેરણાનું પણ એટલું જ મહત્ત્વ છે. કોઈ સાધકની સાધનાનું નિરીક્ષણ કરવું અને ત્યાં સુધી નિરીક્ષણ કરતા રહેવું જ્યાં સુધી તેમની તપસ્યા, તેમની મહેનત તમારા માટે પ્રેરણા બની જાય – આ વાત અગત્યની છે. મનજીત નેગીજીના વિચારોમાં કુદરત પ્રત્યેની નિષ્ઠા છે જે તેમના લેખનમાં સ્પષ્ટ દેખાય છે. તેમનું આ પુસ્તક શ્રદ્ધા સાથે તમને આદરણીય મોદીજીના જીવનની યાત્રા સાથે જોડે છે તથા તેમના જીવનના અનુભવો, સંઘર્ષના આધ્યાત્મિક પાસાને વાચકો સમક્ષ પ્રસ્તુત કરે છે. આ યાત્રાનું દર્શન તમારું સુઘડ ઘડતર કરી શકે છે. બસ, શરત એટલી છે કે એ માટે તમારે આ યાત્રામાં લેખકની સાથે ચાલવું પડશે.
• – પ્રસૂન જોશી

• એક કહેવત છે, યોગ્ય સમયે જ નેતૃત્વની ઓળખ થાય છે. ભારતમાતાનો સ્વર્ણિમ સમય ધીમે ધીમે પરત આવી રહ્યો છે, એ વાતે કોઈ આશંકા નથી. એક પ્રાચીન સભ્યતા છેવટે પોતાના ઐતિહાસિક આત્મવિશ્વાસને ફરી હાંસલ કરી રહી છે. વિશ્વના દેશોમાં ભારત પોતાનું યોગ્ય સ્થાન હાંસલ કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે. નસીબજોગે આવા અગત્યના સમયે ભારતમાતા પાસે નરેન્દ્ર મોદીજી જેવો યોગ્ય સપૂત છે. વર્તમાનમાં આટલું સમર્પિત અને પ્રતિબદ્ધ રાષ્ટ્રીય નેતૃત્વ શોધવાનું મુશ્કેલ છે. તેમણે સમગ્ર જીવન આપણા દેશને આગળ વધારવા માટે સમર્પિત કરી દીધેલું છે. આ પુસ્તક એ જાણવા માટે અચૂક વાંચો કે આપણા અત્યંત લોકપ્રિય વડાપ્રધાનના ભવ્ય ચારિત્ર્યનું ઘડતર કેવી રીતે થયું છે! એવું તો શું છે જે તેમને આ રીતે આગળ વધારે છે અને ધ્યેય ઉપર કેન્દ્રિત રાખે છે! આ એક વિશિષ્ટ વ્યક્તિત્ત્વને લગતું વિશિષ્ટ પુસ્તક છે.
• – અમીશ ત્રિપાઠી

• મને દેશ માટે બલિદાન આપવાનું સૌભાગ્ય મળ્યું નથી,
• પરંતુ દેશ માટે જીવવાનો અવસર મળ્યો છે.
• નરેન્દ્ર મોદી

SKU: 9789394502956 Categories: , Tags: , , ,
Weight0.12 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Sadhuthi Sevak”

Additional Details

ISBN: 9789394502956

Month & Year: August 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 102

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.12 kg

Additional Details

ISBN: 9789394502956

Month & Year: August 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 102

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.12 kg