Sadharana Salano Salo

Select format

In stock

Qty

ગોવર્ધનરામથી મુનશી સુધી ગુજરાતીમાં સાદ્યંત રમૂજથી સીંચેલી પ્રફુલ્લ નવલકથા મળી નથી. જેમ્સ જોઈસ કે વર્જીનિયા વુલ્ફ અને એમની પ્રણાલિમાં થયેલા પ્રયોગોની છાયામાં લખતાં. જ્યારે મડિયા સામાન્ય રીતે, પોતાના ગદ્યમાં કરુણાના તણાવને સંકુલ રીતે ગૂંથતા નવીનો કરતાં પણ એ જુદે ચીલે ચાલવાનું વધુ સલાહભર્યું ધારતા હતા. સધરાની ‘સ્ટ્રીમ ઑવ કૉન્શિયસનેસ’ કે સર ભગનનો ‘લીબીડો’ – એ ભાગ્યે જ સપાટી પર આવે છે. મડિયાએ એવી કોઈ ટૅક્નિકમાં કશો રસ દાખવ્યા વગર, તેથી ઊંધી જ દિશામાં ચાલવા માંડ્યું છે. ગુજરાતી નવલકથાની ખૂટતી કડી એ ‘કૉમિક’ નવલકથા છે. અત્યાર સુધી અહીં મડિયાએ પોતે પ્રયોજેલા શબ્દપ્રયોગ – ‘રમૂજી નવલકથા’થી ચલાવવું પડ્યું, કેમ કે ‘કૉમિક’ નવલકથા માટે ગુજરાતીમાં કોઈ પર્યાય નથી; એવા પ્રયત્નો પણ નથી. ભદ્રંભદ્રએ સમકાલીન સમાજના વાસ્તવના એક જ પાસાંને પસંદ કરી, તેનો અર્ક ઝીલી લઈ, તેના બાકીના દ્રાવણને બાજુએ રાખી લીધું છે. જ્યારે મડિયાએ ‘સધરા’માં જે ગરણી મૂકી છે તે એટલી સાંકડી નથી. મડિયાની નજર નવા જ વસ્તુ ઉપર ઠરે છે. ‘સધરા’ની પાછળ સાચી લોકશાહી વિરુદ્ધ – ખોટી-લોકશાહી એવું કોઈક સમીકરણ પડેલું છે. મડિયામાં બહુજનસમાજ સાથે સંધાયેલી, ઉદ્યોગીકરણના ફલરૂપ આડાઅવળા ફાલેલા લૌકિક જીવનના ડાળે-પાંખડે રમતી, બૌદ્ધિક સૂક્ષ્મતાઓ કરતાં સામાન્ય સૂઝની ધૂળભરી કેડીએ મહાલતી, બહોળી સહાનુભૂતિ છે. આખોય લૅન્ડસ્કેપ બદલાયેલો છે અને ‘સધરા’માં જરા જાડી રીતે પણ જે લૅન્ડસ્કેપને ઝીલવાનો પ્રયાસ છે, તે આ નવો લૅન્ડસ્કેપ છે. ‘કૉમિક’ નવલકથાની શરત એ છે કે લેખક વાસ્તવિકતામાંની સંકુલતાઓને નિતારી નાખે, તેનાથી મોહિત થઈ ન જાય. સંકુલતા પાછળ રહેલી સરળતાઓને જુએ, તેમના આધારે પોતાનું વિશ્વ ગોઠવી તેમને ફરીથી જગાડે, ક્રિયાશીલ કરે. આ જાતની ‘કૉમિક’ સૂઝ પશ્ચિમના સાહિત્યમાં ‘ડૉન કિહોટ’માં છે, પણ વાંધો એ છે કે તેના લેખક સર્વેન્ટિસ ‘મૉડર્ન’ નથી ગણાતા! ‘સધરા’ જેવી કૃતિ લખવાથી મડિયા આપણા સર્વેન્ટિસ બની જાય છે. ‘સધરો અને ગ્રહાષ્ટક : ઉપેક્ષિત ચીલાની વાર્તાઓ’માંથી – દિગીશ મહેતા

Weight0.29 kg
Dimensions1.2 × 5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Sadharana Salano Salo”

Additional Details

ISBN: 9789394502321

Month & Year: January 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 268

Dimension: 1.2 × 5.5 × 8.5 in

Weight: 0.29 kg

ચુનીલાલ કાળિદાસ મડિયા (ઉપનામો: અખો રૂપેરો, કુલેન્દુ, વક્રગતિ, વિરંચી) ગુજરાતી નવલકથાકાર, નવલિકાકાર, નાટ્યકાર, વિવેચક અને કવિ હતા. તેમનો જન્મ ધોરાજી, રાજકોટમાં થયો હતો. ૧૯૪૬માં 'જન્મભૂમિ',… Read More

Additional Details

ISBN: 9789394502321

Month & Year: January 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 268

Dimension: 1.2 × 5.5 × 8.5 in

Weight: 0.29 kg