જિંદગીમાં સફળ થવા ઇચ્છો છો?
તો આ આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર અવશ્ય વાંચો.
`મેં આ પુસ્તક વાચકોને પ્રસન્ન, સંતોષજનક અને સભર જિંદગી જીવવા માટેના વ્યવહારુ માર્ગો બતાવવાના એકમાત્ર ઉદ્દેશથી લખ્યું છે.’
– નૉર્મન વિન્સેન્ટ પીલ
આ પુસ્તકની વિશ્વભરમાં લાખો સ્ત્રી-પુરુષોને જિંદગીનાં સપનાં સાકાર કરવામાં મદદ મળી છે. આ પુસ્તકમાં પૉઝિટિવ થિન્કિંગના પિતામહ સુપ્રસિદ્ધ લેખક નૉર્મન વિન્સેન્ટ પીલ જીવનમાં સફળતા મેળવવા માટે સહેલાઈથી અમલમાં મૂકી શકાય એવી પદ્ધતિઓ સાચી બનેલી ઘટનાઓના દૃષ્ટાંતો સાથે સમજાવે છે. આ પુસ્તકનો નિચોડ છે.
* તમારી જાતમાં અને તમે જે કાંઈ કરો તેમાં શ્રદ્ધા ધરાવો.
* નવી શક્તિ અને નિર્ણયાત્મકતાનો વિકાસ કરો.
* તમારા ધ્યેયને હાંસલ કરવા માટેની તાકાત જન્માવો.
* ચિંતાની આદત છોડો અને હળવાફૂલ બનો.
* તમારા અંગત અને વ્યાવસાયિક સંબંધોને નવું રૂપ આપો.
* તમારા સંજોગો પર કાબૂ મેળવો.
* તમારા વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરો.
આ પુસ્તક તમારી જિંદગીને ધરમૂળથી બદલી નાખશે અને તમારી જિંદગીને નવી જ દિશા મળશે.
Be the first to review “Power of Positive Thinking”
You must be logged in to post a review.