Paglu Mandu Hu Avakashma

Select format

In stock

Qty

ચલો, ખોલ દો નાવ…

મુંબઈ જેવી તેજીલા તોખારની જેમ હણહણતી, પૂંછ ઉછાળી સતત દોડતી આ નગરીમાં મારો જન્મ અને દરિયાથી નજીક મારું ઘર.

સદ્ભાગ્ય એવું કે સાગરકથાઓના સર્જકની હું દીકરી. દરિયાની ખારી ગંધ અને મોજાંનો ઉછાળ મારાં લોહીમાં. ક્વીન્સ નેકલેસ, મરીન ડ્રાઇવ, મારું પ્રિય સ્થળ. ઋતુએ ઋતુએ નવા કલેવર ધારણ કરતો દરિયો મને સંમોહિત કરે. સંધ્યાકાળે મુંબઈની સ્કાયલાઇન ઝગમગી ઊઠે ત્યારે દરિયાનાં શું તેવર! એવે સમયે મરીન ડ્રાઇવની પાળ પર બેસી ધીમેધીમે આથમતી સંધ્યાને જોવાનું મને ગમે.

મરીન ડ્રાઇવથી ચાલતી હું ચોપાટી પહોંચી જાઉં છું, અહીં અરબી સમુદ્ર છે. સ્વૈરવિહારી. હું પાણીમાં પગ મૂકી ઊભી રહું છું, સૂરજમાં હજી ગુલમહોરી અગનઝાળ છે. સૂર્યાસ્ત! મૅજિકલ મૉમેન્ટ! આથમતા સૂરજનાં અંતિમ કિરણોને હું મુઠ્ઠીમાં કેદ કરી લઉં છું, એ સ્મરણમંજૂષામાં મેં સાચવીને મૂક્યા છે, માય પર્સનલ ટ્રેઝર.

આજે આયુષ્યની સંધ્યાએ એ ખજાનો ફરી જોવાની ઇચ્છા તીવ્રતર થઈ ઊઠી છે. પ્રભાતના કોમળ, મૃદુ ઉજાસમાં સ્મૃતિમંજૂષા ડરતાં ડરતાં ખોલું છું અને આશ્ચર્ય પામું છું. સ્મરણોનાં સૂર્યકિરણો એવાં જ ઝળહળી રહ્યાં છે!

તો માંડીને કરું મારી વાત! આ ઘૂઘવતા અફાટ ભવસાગરને પેલે પાર ચાલી ગયેલા વહાલા સ્વજનો, સાથીઓનો સ્મૃતિમેળાપ કરવા તત્પર થઈ ઊઠું છું.

ચલો, ખોલ દો નાવ,

જહાં બહેતી હૈ

બહને દો.

SKU: 9789392613821 Categories: , Tags: , , , , , , , , ,
Weight0.33 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Paglu Mandu Hu Avakashma”

Additional Details

ISBN: 9789392613821

Month & Year: April 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 360

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.33 kg

વર્ષા અડાલજાનો જન્મ ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ લેખક ગુણવંતરાય આચાર્યને ત્યાં મુંબઈમાં થયો. શૈશવથી જ સાહિત્ય અને રંગભૂમિમાં રસરુચિ ગળથૂથીમાં મળ્યાં અને અનેક ક્લાસિક નાટકોમાં પ્રમુખ ભૂમિકાઓ… Read More

Additional Details

ISBN: 9789392613821

Month & Year: April 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 360

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.33 kg