Pachhi Aam Banyu

Category Short Stories
Select format

In stock

Qty

આ જ્ઞાન-વિજ્ઞાનની સદી છે. ટૅક્‌નૉલૉજીનો યુગ છે. વિશ્વ નાનકડા મોબાઇલમાં સમાઈ ગયું છે. આ હાઇટેકની જનજીવન પર ભારે અસર જોવા મળે છે. દરેક ક્ષેત્રોમાં ઝડપ ને હરીફાઈ વધી. તેમાં ટકી રહેવા માણસ પ્રતિબદ્ધ થવા કરતા વધુ કટિબદ્ધ બન્યો. માણસની કાર્યશૈલી-જીવનરીતિ બદલાઈ. વ્યક્તિગત અને સામાજિક મૂલ્યો બદલાયાં. શાશ્વત મૂલ્યો પણ ઘસાયાં ને નંદવાયાં. ભૌતિક સુખનાં સાધનો વધ્યાં. પાયાની જરૂરિયાતો સુલભ થઈ. તેના સામે નવી સમસ્યાઓ ઉદ્ભવવા લાગી. માણસ સુવિધાઓને પામવા સામે તેમાંથી ઊભી થયેલી દુવિધાઓનો સામનો કરવા સંઘર્ષમય બન્યો છે. આ બધું વાર્તા સાહિત્યમાં આવે. સાહિત્ય એ આજના સમાજનું દર્પણ હોય છે.
વાર્તાની આખીય પ્રક્રિયાના કેન્દ્રમાં માણસ હોય છે. માનવના અતળ મનને તાગવાનું હોય છે. કોઈ એકાદ ક્ષણ પકડીને પસાર થવાનું ભારે અઘરું ને કપરું હોય છે. છટકણું ને બટકણું સ્વરૂપ છે વાર્તાનું. હાથમાં આવે ને છટકી જાય. કાળજી રાખવા છતાંય લપસી જવાય… છેલ્લે વાર્તા બને અને ન પણ બને! એટલે જ કહેવાય છે કે સર્જન એટલે ઓગળીને આકાર પામવાની પ્રક્રિયા!
− રાઘવજી માધડ

રાઘવજી માધડની એકપણ વાર્તા મને દુર્બોધ નથી જણાઈ તો સાથે તેમાં કશાં એવાં રંગ-રોગાન કે આંજી નાખે તેવું હવાઈ વાતાવરણ તે ઊભું નથી કરતા. તે સમાજ વચ્ચે, તેના વાસ્તવ વચ્ચે, તેની રોજિંદી પ્રવૃત્તિઓ વચ્ચે, તેના જીવનના અસલ રંગો વચ્ચે વાર્તાને વિસ્તારે છે. રાઘવજી મને વાર્તાકાર તરીકે ગમ્યા છે તે ખાસ આ કારણસર. આ સંગ્રહમાં આપણી કથા જાણવાની આતુરતાને ઉત્તેજતા રહે છે રાઘવજી માધડ. એ એમની સર્જકતા માટેનું મોટું પ્રમાણપત્ર છે.
− પ્રવીણ દરજી

SKU: 9788194397755 Category: Tags: , , ,
Weight0.18 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Pachhi Aam Banyu”

Additional Details

ISBN: 9788194397755

Month & Year: December 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 192

Weight: 0.18 kg

ડૉ. રાઘવજી માધડ એક એવા સાહિત્યકાર છે, કે જેમની કલમ અવિરત નવલકથાઓ તેમજ વાર્તાઓ આપતી રહી.એમનું વિશેષ પ્રદાન નવલિકા અને નવલકથામાં છે. છેલ્લા બે દશકામાં… Read More

Additional Details

ISBN: 9788194397755

Month & Year: December 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 192

Weight: 0.18 kg