છેલ્લા બે દાયકાથી સતત બેસ્ટસેલર રહેલા આ પુસ્તકની વિશ્વની ૨૭ ભાષાઓમાં ૨ કરોડ કરતાં વધારે નકલો વેચાયેલ છે.
આ પુસ્તકમાં સરળતાથી ઉપયોગ કરી શકાય તેવાં ત્રણ સાદાં વન મિનિટ રહસ્ય પ્રગટ થયાં છે, જે તમારાં કાર્ય અને જીવનને વધુ સારું બનાવશે.
જીવનની પ્રત્યેક પળ મૅનેજમૅન્ટ વિના પાંગળી છે. કુરુક્ષેત્રના મેદાનના કૃષ્ણ અને આઝાદી માટે ઝઝૂમતા ગાંધીજીના `એક ક્ષણ’ના સચોટ નિર્ણયે તેમને ઇચ્છિત પરિણામો આપ્યાં. માટે તેઓ તે સમયનાં શ્રેષ્ઠ `વન મિનિટ મૅનેજર’ બની ગયા. `એક મિનિટ’ના મૅનેજમૅન્ટની મહત્તા આજે પણ પુરાતન કાળ જેટલી જ મહત્ત્વની છે.
ઘર-પરિવાર, વ્યવસાય કે કોઈ પણ ધંધા-રોજગારમાં કામની અસરકારકતા અને ઇચ્છિત પરિણામની પ્રાપ્તિ માટે દરેકે `વન મિનિટ મૅનેજર’ પુસ્તક વાંચવું જ રહ્યું.
સફળતાનાં શિખરો સર કરનારાઓનો ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે જેણે ક્ષણ સાચવી લીધી એણે સફળતાની સંભાવના વધારી દીધી. જે ક્ષણે તમે કોઈનાં કામની કદર કરો છો એ ક્ષણે જ તમે ભવિષ્યમાં મળનારી સફળતાના નિર્માણની શરૂઆત કરી દીધી હોય છે.