Mira Yagnik Ni Diary

Category Novel
Select format

In stock

Qty

`મીરાં યાજ્ઞિકની ડાયરી’ નવલ આપણી ચેતનાને અનેક રીતે ઝંકૃત કરે છે, વિસ્તારે છે. મીરાં નખશિખ સંવેદનશીલ અને એટલી જ બૌદ્ધિક છે. સતત એની શોધ રહી છે નિર્ભેળ સૌંદર્ય અને પ્રેમની. આ શોધ માટે એ સ્વ-ને બચાવ્યા સિવાય, સમગ્ર અસ્તિત્વથી પૂરા પરિવેશ, વિવિધ પાત્રો અને પરિસ્થિતિનો સહજ સ્વીકાર કરે છે. સંવેદનાના સ્તરે એ જે કંઈ અનુભવે છે તે બધું જ નોંધે છે કશાય છોછ-દંભ-ગ્રહ કે દાવા વિના, સર્જનાત્મક રીતે. એથી જ એની ભાષામાં અરૂઢ એવી સ્વાભાવિકતા આવી છે. જાતને પણ નિર્મમ બનીને સરાણે ચડાવતી આ અંગત નોંધ જીવન સાથેની ઊંડી નિસબતમાંથી આવી છે, એટલે આ ડાયરી માત્ર મીરાં યાજ્ઞિકની બની રહેવાને બદલે કોઈ પણ સંવેદનશીલ-બૌદ્ધિક ચેતનાનો અંશ પણ બની રહે છે. અહીં આવતો કરુણ પણ સૌંદર્ય-પ્રેમની શોધોપાસનાને અંતે આવ્યો હોઈ આપણને અંદરથી હચમચાવી જાય છે. વૃંદા અને ઉજાસમાં છેક મૂળ લગી ઊંડે ઊતરી જઈ પોતાને પામવા મથતી મીરાંની આ જોખમી મથામણને `માણસ’ની મથામણમાં રૂપાંતરિત થતી જોઈ શકાય છે.

SKU: 9789389858297 Category: Tags: , , , , , ,
Weight 0.16 kg
Year

Binding

Paperback

Month

Format

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Mira Yagnik Ni Diary”

Your email address will not be published. Required fields are marked *

Additional Details

ISBN: 9789389858297

Month & Year: July 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 166

Weight: 0.16 kg

બિંદુ ભટ્ટ નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક અને અનુવાદક છે. તેમની નવલકથા ‘અખેપાતર’ (1999)ને વર્ષ 2003 માટેનો ‘સાહિત્ય અકાદમી ઍવૉર્ડ’ મળ્યો હતો. તેમની અન્ય નોંધપાત્ર કૃતિઓમાં 'મીરા… Read More

Additional Details

ISBN: 9789389858297

Month & Year: July 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 166

Weight: 0.16 kg