Moticharo

Category Inspirational
Select format

In stock

Qty

ઝીણા સાચા મોતીનું નકશીકામ – મોતીચારો…

‘મોતીચારો’ પ્રથમ દિવસે જ એક બેઠકે જ પૂરી વાંચી ગયો. ત્યારબાદ વારંવાર વાંચી. ખાસ તો મન ખિન્ન થાય, મૂંઝવણ અનુભવાય ત્યારે આ પુસ્તકને ‘અમૃત આસવ’ ગણી લઈને પ્રસંગો વાંચવા બેસી જાઉં છું. હૈયાને શાંતિ અને જીવતરને જીવનજળ મળી જાય છે. હતાશા, નિરાશા અને મુશ્કેલીઓના સમયે ફિલસૂફીના ગ્રંથો કામ લાગતા નથી, એ સમયે આ પુસ્તકમાં આપેલા પ્રેરક પ્રસંગો જ પ્રબુદ્ધ કરે છે, માર્ગ બતાવે છે. કમ્પ્યૂટરરૂપી રૂના કોથળામાંથી મળેલ આ અત્તરના પૂમડારૂપ પ્રસંગો જ અમ જેવા જીવનથી દાઝેલાઓની જીવનધારા બદલી નાખે છે.
ડૉ. વીજળીવાળાએ ઇન્ટરનેટના મહાસાગરની ખારાશમાંથી વીણેલા આ પ્રસંગો જાણે ઝીણા સાચા મોતીનું નકશીકામવાળું ઘરેણું હોય એવા સ્વરૂપે આપણને ભાવાનુવાદ કરીને આપ્યા છે. મેડિકલની માહિતી મેળવવા એમણે કરેલ સર્ફિંગમાં જ્યાંથી દેખાયા ત્યાંથી એકઠા કરીને આ મોતીઓ આપણને ‘મોતીચારો’ પુસ્તકના રૂપમાં આપ્યા છે. મહાસાગરનું મંથન કરીને જાણે કે જીવાડી આપે એવું અમૃત આપણને આપ્યું છે.
આ પુસ્તકના પ્રસંગો દૈનિક જીવાતાં જીવન માટે દીવાદાંડી બનીને ધ્રુવતારકની જેમ જનસમાજને દોરે છે. આ પુસ્તકે અમને ભાવવિભોર કર્યા છે. કદાચ એવો કોઈ વાચક નહીં હોય જે વાંચતાં વાંચતાં રડ્યો ન હોય અને રડતાં રડતાં વાંચ્યું ન હોય! આંખમાં તોરણ બંધાય, પુસ્તકનું પાનું આંસુના ટીપાથી ભીનું થાય, ગળે ડૂમો બાઝે એ અનુભૂતિ વારંવાર થઈ છે.
મને લાગે છે કે આ પુસ્તક વાંચનાર દરેક એ અનુભૂતિમાંથી અવશ્ય પસાર થશે જ.

-દેવેન્દ્રભાઈ ભટ્ટ
ભાવનગર

SKU: 1918 Category: Tags: ,
Weight0.1 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Moticharo”

Additional Details

ISBN: 1918

Month & Year: December 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 80

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.1 kg

‘મોતીચારો’ અને ‘સાયલન્સ પ્લીઝ’ શ્રેણી દ્વારા ગુજરાતમાં ઘરે ઘરે જાણીતા એવા ડૉ. આઈ. કે. વીજળીવાળા ગુજરાતના લોકપ્રિય લેખક છે. વ્યવસાયે બાળરોગ નિષ્ણાત ડૉક્ટર વીજળીવાળા ભાવનગરમાં… Read More

Additional Details

ISBN: 1918

Month & Year: December 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 80

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.1 kg