Mati No Manas

Category Inspirational
Select format

In stock

Qty

જાતની પામરતા અને ઈશ્વરની જાહોજલાલીને ઉજવી લેવાનો અવસર

માટીનો માણસ ફક્ત એક પુસ્તક નથી, તે એક અવસ્થા છે. એક એવી અવસ્થા જેમાં આપણે સતત હોઈએ છીએ અને છતાં આપણને તેની જાણ નથી થતી. આપણી આસપાસ બનતી અસંખ્ય ઘટનાઓ અને શક્યતાઓની વચ્ચે, આપણે અખંડ રહી શકીએ છીએ એ ઈશ્વરની મહેરબાની છે. આપણે બધાજ જાણીએ છીએ કે આપણે સાવ `ટેમ્પરરી’ શરીરમાં, `ટેમ્પરરી’ શ્વાસ પહેરીને લાઈફટાઈમની વેલીડીટી વાળી શ્રદ્ધા રીચાર્જ કરાવતા હોઈએ છીએ. આવનારી ક્ષણમાં આપણા હૃદયને ધબકવું ગમશે કે નહિ એની પણ આપણને જાણ નથી અને આપણે વાતો કરીએ છીએ `અનલિમીટેડ 4G ડેટા’ની.

કોઈ જ પ્રકારની શારીરિક યાતના વગર આવતી કાલનો સૂર્યોદય આપણે હેમખેમ જોઈ શકીએ, એ જ સૌથી મોટો ચમત્કાર છે. દરેક પળે આવનારી અનિશ્ચિતતાઓ અને જોખમોની વચ્ચે માણસ જેવી તકલાદી જાત સ્વસ્થ રહી શકે છે, એ ઈશ્વરના સૌથી મોટા આશીર્વાદ છે.
કઈ ઘડીએ, કઈ ક્ષણે આપણે માટીમાં ભળી જઈશું? એની જાણ આપણને કોઈને નથી. તો આવો, માટીમાં ભળી જઈએ, એ પહેલા આપણી જાતમાં રહેલા માટીના માણસને ઉજવી લઈએ. વેદના અને સંવેદનાઓની ચાદર ઓઢીને, ટૂટીયું વાળીને આપણાસૌમાં એક માટીનો માણસ સૂતેલો છે. એને જગાડવાનું કામ કરવાનું છે.

– ડૉ. નિમિત્ત ઓઝા

SKU: 9789351227250 Category: Tags: , , , , , , , , ,
Weight0.17 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Mati No Manas”

Additional Details

ISBN: 9789351227250

Month & Year: August 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 184

Weight: 0.17 kg

ડૉ. નિમિત્ત ઓઝા એક એવી ‘સ્પ્લીટ પર્સનાલિટી’ છે, જેમનાં બંને પાસાંઓ સમાજ માટે આશીર્વાદરૂપ છે. ઑપરેશન થિયેટરની અંદર બેરહેમીથી સર્જીકલ નાઇફ ચલાવતા એક સંવેદનહીન સર્જન… Read More

Additional Details

ISBN: 9789351227250

Month & Year: August 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 184

Weight: 0.17 kg