Lajja

Category Best Seller, Novel
Select format

In stock

Qty

લજ્જા

બાંગ્લાદેશમાં આવેલા મયમનસિંહ શહેરમાં 1962ના ઑગસ્ટની 25મી તારીખે જન્મેલાં તસલીમા નસરીન, મેડિકલ કૉલેજમાંથી MBBS થયાં. નાનપણથી જ અન્યાય અને શોષણને કારણે જન્મેલા વિદ્રોહને લીધે તેમણે કલમ ઉપાડી અને સમાજના અંધારામાં રઝળી રહેલાં જીવનમૂલ્યોને ઉજાગર કરતા સાહિત્યનું સર્જન કર્યું. એમની કલમમાંથી પ્રગટેલો પ્રત્યેક શબ્દ ધગધગતો જ્વાળામુખી બની વાચકની સંવેદનાને દઝાડતો રહ્યો છે. એમના પ્રત્યેક શબ્દમાં વિદ્રોહના વિસ્ફોટની ભયાનકતા અનુભવાય છે.

વ્યવસાયે તબીબ હોવા છતાં લેખનને તેમણે વ્યવસાય બનાવી સમાજક્ષેત્રે, ધર્મક્ષેત્રે અને રાજક્ષેત્રે વૈચારિક વંટોળ સર્જીને સાહિત્ય જગતમાં વિદ્રોહિની તરીકેની છાપ ઊભી કરી છે.

ધાર્મિક કટ્ટરવાદીઓને અરીસો બતાવી `અન્યનું તો એક વાંકું, આપણાં અઢાર છે’નો ઈશારો કરતી આ વૈચારિક વિસ્ફોટનો પર્યાય બની ગયેલી નવલકથા આજના બૌદ્ધિકોને સમાજના ભવિષ્ય માટે વિચારતા કરી મૂકે છે.

પોતાના જ દેશની માટીમાં પેદા થયેલા માણસને માત્ર ધર્મભેદને કારણે વતન છોડવાની નોબત આવે છે ત્યારે એના મનોવિશ્વમાં ઊઠતી સંવેદનાત્મક સુનામીઓનો ચિત્કાર તમને આ નવલકથામાં સંભળાશે.

તન અને વતન વચ્ચે આવતી ધર્માંધતાને કારણે મૂર્છિત થઈ જતી માનવતાનું કરુણ ગાન એટલે જ લજ્જા નવલકથા! એકવાર વાંચવાનું શરૂ કર્યા પછી, નવલકથાને પૂરી કર્યા વિના તમને ચેન નહીં પડે.

SKU: 9789390298037 Categories: ,
Weight0.17 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Lajja”

Additional Details

ISBN: 9789390298037

Month & Year: July 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 186

Weight: 0.17 kg

બાંગ્લાદેશમાં આવેલા મયમનસિંહ શહેરમાં જન્મેલાં તસલીમા નસરીન, મેડિકલ કૉલેજમાંથી MBBS થયાં. નાનપણથી જ અન્યાય અને શોષણને કારણે જન્મેલા વિદ્રોહને લીધે તેમણે કલમ ઉપાડી અને સમાજના… Read More

Additional Details

ISBN: 9789390298037

Month & Year: July 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 186

Weight: 0.17 kg