Juthi

Select format

In stock

Qty

અનેક બદીઓ સાથે સદીઓથી જીવતાં લોક પૈકીનાં આ કથાનાં વંચિત નાયક-નાયિકાને સર્જકે સંજોગોના ચાકડે ચડાવી; હળવે હળવે એમના બરના ઘાટ આકાર આપી, સમયના નીંભાડે પકવી કથાન્તે પરભોમના ત્રિભેટે માતાપિતા બને છે, તેવા વાસ્તવની કથા આલેખાઈ છે આ ‘જૂઠી’માં. દોરડા પર ડગમગ ચાલતાં નટબેલડી જેવાં નાયક-નાયિકાને સર્જક સુધારાને છેડે પહોંચાડી વહાલાં લાગે તેવાં બનાવે છે.
આ નવલકથા ભાષા કરતાં બોલી થકી વધુ પમાય છે. મધ્ય ગુજરાતની મહીસાગરનો પ્રભાવ અને સ્વભાવ અહીં સુપેરે ઝીલાયો છે. ગુજરાતના જાહેર જીવનને સહુથી વધુ પ્રભાવિત કરનાર ગાંધીજી અને રવિશંકર મહારાજ પરોક્ષ પણ પ્રભાવક રીતે અહીં હાજર છે. એમનાં જીવનકાર્ય જોડે અનાયાસ જોડાઈ જતી નાયિકા ‘જૂઠી’ ગજબનું રૂપક બનીને ઊભરી છે. સર્જક; નાયિકાને એના સંઘર્ષમાં નથી મદદ કરતા કે નથી દખલગીરી કરતા. એ તો ‘જૂઠી’ના મહાભારતને ‘સંજય ઉવાચ’ની કક્ષાના તટસ્થપણાથી આપણને કથા માત્ર કહી સંભળાવતા જ નથી, બતાવે પણ છે.
આ નવલકથામાં સર્જકે ‘જન્મ’ સાથે નાયક-નાયિકામાં સમજણનો… `જીવન જીવવાની સમજનો જન્મ’ને રૂપક તરીકે વણી લીધું છે.

SKU: 9789394502086 Categories: , Tags: , , , , ,
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Juthi”

Additional Details

ISBN: 9789394502086

Month & Year: July 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 176

Dimension: 5.5 × 8.5 in

અશોકપુરી ગોસ્વામી કવિ અને લેખક છે. તેમને તેમની નવલકથા ‘કૂવો’(1994) માટે 1997માં ‘દિલ્હી સાહિત્ય અકાદમી’ ઍવૉર્ડ મળ્યો હતો. તેમનો જન્મ આણંદ જિલ્લાના બોરસદ ખાતે કૈલાસભારતી… Read More

Additional Details

ISBN: 9789394502086

Month & Year: July 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 176

Dimension: 5.5 × 8.5 in