Jina Isi Ka Naam Hai

Select format

In stock

Qty

સમાજમાં હિંમતભેર જીવી રહેલાં 50 એવા નોખા જીવોની કથાઓ આ પુસ્તકમાં છે, જેઓ પોતાની અંગત કમનસીબીઓ અને શારીરિક ખામીઓ તેમ જ ધાર્મિક અને આર્થિક મજબૂરીઓ બાવજૂદ પોતાની આસપાસના લોકોની જિંદગીને બહેતર બનાવી રહ્યાં છે. જેમાંના કેટલાક તો પોતાના કરતાંય વધુ કમનસીબ છે. અંજના રાજગોપાલે માનસિક ખામી ધરાવતા 30 બાળકોને પોતાના ઘરમાં આશરો આપ્યો છે અને એમને દત્તક આપી દઈને એ પોતાની જવાબદારીમાંથી છૂટવાની ના પાડે છે. બ્રિન્દાબન વ્હીલચૅર પર બેસીને બીજા અપંગજનોને દરજીકામ શીખવાડે છે, નૂતને પોતાના ગામની અભણ મહિલાઓને દૂધ સહકારી મંડળી ચલાવતાં શીખવાડીને કમાણી કરતી કરી દીધી છે. તો રામ વિલાસ શર્મા, વપરાયા વિનાની પણ ઉપયોગમાં આવે તેવી દવાઓ ભેગી કરીને સરકારી હૉસ્પિટલના ગરીબ દર્દીઓને પહોંચાડે છે અને મોહમ્મદ શરીફ જેવો માનવતાવાદી તો લાવારિસ લાશોને શોધીને માનભેર અને વિધિસર અંતિમક્રિયા કરે છે.
આ પુસ્તકમાં આ લોકોની અને એમના જેવા બીજા લોકોની જીવનકથાઓ છે જે સમાજ માટે પ્રેરણાસ્રોત છે. એમની જિંદગી ચીલાચાલુ નથી. એમના કામ ઉમદા છે, કરુણામય છે અને ઉદાર છે. આ કથાઓ એ વાતનો પુરાવો છે કે માનવતા હજુ મરી પરવારી નથી. આ કથાઓ આપણને સંદેશો આપે છે કે આપણા સહુમાં બીજાનું ભલું કરવાની ભરપૂર શક્તિ ધરબાયેલી છે. જરૂર છે એને જાગ્રત કરી કામે લગાડવાની.
સ્વજનો અને મિત્રોમાં વહેંચવા જેવું અદ્ભુત પુસ્તક.

SKU: 9789351225805 Categories: ,
Weight0.16 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Jina Isi Ka Naam Hai”

Additional Details

ISBN: 9789351225805

Month & Year: January 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 136

Weight: 0.16 kg

Additional Details

ISBN: 9789351225805

Month & Year: January 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 136

Weight: 0.16 kg