Indravati

Select format

In stock

Qty

વેદનાનો માર્મિક દસ્તાવેજ

માનવીની જેમ ભૂમિને પણ નિયતિ હોય ખરી?

‘ઇન્દ્રાવતી’ એવી ભૂમિની જન્મકુંડળી માંડે છે, જેણે પુરાણકાળમાં ઇન્દ્રપુરી જેવોવૈભવ ભોગવ્યા પછી હજારો વર્ષથી ઓળખ ગુમાવી દીધી હતી એ પછી તો સાબરમતીમાં ઘણાં જળ વહી ગયાં અને આખરે એક દિવસ એ સાવ સૂકીભઠ બની ગઈ. ત્યાં ઓચિંતું એનું કિસ્મત આળસ મરડીને જાગી ઊઠ્યું અને હાંસિયે મુકાઈ ગયેલી એ ભોમકામાં આધુનિક ઇંદ્રપુરી સમી રાજધાની વસી ગઈ. જોકે રાજધાનીમાં ફેરવાયેલા એ ગુમનામ ગામડાની પીડા તો કોઈની નજરમાં જ ન આવી! જમીનમાલિકો મજૂરમાં ફેરવાઈ ગયા, અને ‘જગતનો તાત’ કહેવાતો ખેડૂત ઓશિયાળો થઈ ગયો. પોતાની મા સમાન ધરતીમાં એને બે ઘડી વિસામો લેવાનોય હક ન રહ્યો!

વરિષ્ઠ નવલકથાકાર અને લોકચિંતક કેશુભાઈ દેસાઈની કરુણાર્દ્ર નજર, એ ખેડુ પ્રજાને કોતરોમાં દારૂ ગાળતી જોઈને દ્રવી ઊઠી અને સરજાઈ આ અનોખી ભૂમિકથા. સંવેદનશીલ મહિલા સનદી અધિકારીનું માતૃહૃદય, વસુંધરાનાં એ વહાલાંદવલાંની વહારે ધાતું દર્શાવી લોકનિષ્ઠ સર્જકે, નઠોર રાજકારણીઓ દ્વારા ઠેબે ચડાવાયેલ પ્રાચીન ધરોહર ધરાવતા ગ્રામપ્રદેશના જીર્ણોદ્ધારની શ્રદ્ધાસ્પદ માંડણી કરી છે.

ગુજરાત અને ગુજરાતી ઉપરાંત ગ્રામસ્વરાજના પ્રયાગ સમી આ કથા વણકથી વેદનાનો માર્મિક દસ્તાવેજ છે.

SKU: 9789390572670 Categories: , Tags: , , , ,
Weight0.19 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Indravati”

Additional Details

ISBN: 9789390572670

Month & Year: July 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 218

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.19 kg

મૂર્ધન્ય નવલકથાકાર તરીકે સુખ્યાત કેશુભાઈ દેસાઈ મૂળે ધરતીના છોરું છે. ખેરાલુ (મહેસાણા)ના દેસાઈ-ચૌધરી પરિવારમાં જન્મેલા આ સર્જકે અત્યંત તેજસ્વી અને બહુમુખી પ્રતિભાના સંકેતો શાળાકાળ દરમિયાન… Read More

Additional Details

ISBN: 9789390572670

Month & Year: July 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 218

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.19 kg