I Love You

Category Inspirational
Select format

Out of stock

Enter Your Email Address to be Notified When Stock is Available

લગ્ન વિશેના ખ્યાલો આપણે ત્યાં ખાસ્સા દૃઢ અને પરસ્પર વિરોધી માન્યતાઓ ધરાવતા રહ્યા છે.
પ્રેમમાં પડેલી દરેક વ્યક્તિ લગ્નને જ જીવનનું અંતિમ ધ્યેય સમજે છે. બીજા લોકોનાં લગ્નો જોયા પછી પણ તેઓ એમ જ વિચારે છે કે, `અમારાં લગ્ન બીજા કરતાં જુદાં જ હશે!’
લગ્ન પછીના સાત વર્ષના ગાળા દરમિયાન મોટા ભાગનાં લગ્નો, સામાન્ય લગ્નો જેવાં જ થઈ જાય છે. રોમાન્સની અને `આદર્શ લગ્ન’ની બધી જ કલ્પનાઓ, બધાં જ વચનો અને પ્રતિજ્ઞાઓ ધીરે ધીરે ઓગળી જાય છે. લગ્નજીવન ભાંગી પડવા માટે એકબીજાને જવાબદાર ઠેરવતાં પતિ-પત્ની ધીમે ધીમે એકબીજાથી વિરુદ્ધ દિશામાં પ્રવાસ કરવા લાગે છે.
કોઈપણ સંબંધને સાદી માવજતની જરૂરિયાત હોય છે. લગ્ન જેવો નાજુક સંબંધ માવજતના અભાવે જ તદ્દન ભાંગી પડતો હોય છે.
આમ છતાં, લગ્નને સફળ બનાવી બે વ્યક્તિઓ સુખ અને સંતોષથી જીવનભર સાથે જીવી શકે છે. ભાંગી પડેલા કે મૃતપ્રાયઃ થઈ ગયેલાં લગ્ન પણ ફરીથી નવપલ્લવિત થઈ શકે છે.
જરૂર છે થોડી સમજદારીની, થોડા સ્વીકારની, થોડા પ્રયત્નની અને થોડાં સમાધાનની.
આ પુસ્તક તમને ધીમે ધીમે એક નવી દુનિયામાં લઈ જઈ તમને તમારી ભૂલો સમજાવશે. તમે ક્યાં અને કઈ રીતે ખોટા હતા એ પણ તમારા મનને સમજાવશે, પરંતુ ત્યાંથી અટકી ન જતા. માત્ર ભૂલ સ્વીકારી લેવાથી પરિસ્થિતિ બદલી શકાતી નથી.
ગઈકાલ સુધીની તમામ ભૂલોને ઓળખીલઈને આજથી જ તમારા જીવનમાંથી એ ભૂલોની બાદબાકી કરશો તો જ તમને એક આદર્શ સંબંધ મળશે.
માણસમાત્રને સુખ અને સ્વીકારની શોધ હોય છે. શાંતિ એનું પરમ ધ્યેય હોય છે.

SKU: 9789351226581 Category: Tags: , , , , , , ,
Weight 0.3 kg
Binding

Paperback

Format

Additional Details

ISBN: NA

Month & Year: NA

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: NA

Weight: 0.3 kg

કાજલ ઓઝા વૈદ્ય લોકપ્રિય ગુજરાતી સાહિત્યકાર છે. તેમનો જન્મ મુંબઇ ખાતે થયો હતો. તેમના પિતાનુ નામ દિગંત ઓઝા છે. તેઓ ફોટોગ્રાફર સંજય વૈદ્ય સાથે પરણ્યા… Read More

Additional Details

ISBN: NA

Month & Year: NA

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: NA

Weight: 0.3 kg