Happy Man Nu Sarjan

Select format

In stock

Qty

આજે જીવનમાં દરેક ચીજમાં અભાવ, અસમાનતા, ગળાકાપ હરીફાઈ અને માનવસમાજ માટે ક્યારેય ઉત્પન્ન ન થયેલી આટલી બિહામણી અચોક્કસ પરિસ્થિતિમાં માનવી સાચા જીવનથી દૂર થઈ રહ્યો છે, અને તેનાં મનમાં સતત દુ:ખ, ચિંતા, ઉદ્વેગ, મૂંઝવણ રહ્યા કરે છે. આવી પરિસ્થિતિમાં માણસે પોતાના પ્રશ્નો ઉકેલવા માટે જીવનમાં કયો દષ્ટિકોણ રાખવો જોઈએ અને કઈ રીતે Happy મનનું સર્જન કરવું જોઈએ તેની અદ્દભુત ચાવીઓ આ પુસ્તકમાં જણાવવામાં આવી છે.

અહીં મહત્વનો સંદેશ એ છે કે જો તમે તમારી વિચારવાની રીતને સહેજ બદલશો તો જીવનના દુઃખી ખૂણાઓને તમે સુખદ ઘાટ આપી શકશો. નાની નાની વાતોમાં ગૂંચવાઈ જઈને અણમોલ રત્ન સમાન જીવનને ગુમાવી ને બેસવું જોઈએ. સૌથી મહત્વનું એ છે કે જીવન અણમોલ છે અને એટલી જ અણમોલ છે ખુશી.

“Happy મનનું સર્જન” પુસ્તકમાં રોજબરોજના જીવનમાં ખુશહાલ રહેવા માટેની તમામ વ્યવહારિક વાતો કહેવામાં આવી છે. એક-બે પાનાંઓમાં કહેવાયેલી આ વાતો આપણને ખુશી કેવી રીતે મેળવવી, તેની રીત સહજતાથી સમજાવે છે. કોઈ પણ પાનાથી વાંચી શકાય તેવા આ પુસ્તકમાં ભારતીય પરંપરાની સુવાસ વણી લેવામાં આવી છે. જીવનબાગને ખુશીથી મઘમઘતો કરવા માગતી દરેક વ્યક્તિએ આ પુસ્તક પોતાના ઓશીકે રાખી મૂકવા જેવું છે.

SKU: 9789389858327 Categories: ,
Weight0.17 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Happy Man Nu Sarjan”

Additional Details

ISBN: 9789389858327

Month & Year: March 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 168

Weight: 0.17 kg

Additional Details

ISBN: 9789389858327

Month & Year: March 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 168

Weight: 0.17 kg