Ghare Ghare Gitamrut

Select format

In stock

Qty

ડૉ. ગુણવંત શાહ
મૂળ રાંદેરના વતની એવા ગુણવંતભાઈ વડોદરા, મદ્રાસ, મુંબઈ અને સુરતમાં શિક્ષણના પ્રોફેસર તરીકે કામ કર્યા પછી વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને ચોકઠામુક્ત, પગારમુક્ત અને ઘટમાળમુક્ત જીવનની ઝંખના સાથે વડોદરામાં સ્થિર થયા છે. શિક્ષણના પ્રોફેસર તરીકે એમણે અનેક વિશ્વપરિષદોમાં પ્રવચનો કર્યાં. યુનિવર્સિટી ઑફ મિશિગન (ઍન આર્બર, યુ. એસ. એ.) અને ઍરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે કામ કરેલું. વર્લ્ડ બૅંક અને યુનેસ્કોની પરિષદોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યા ઉપરાંત પૂર્વ જર્મની તથા રશિયા માટેના ડેલિગેશનના સભ્ય તરીકે તેમની વરણી થયેલી. ઇન્ડિયન ઍસોસિયેશન ફૉર એજ્યુકેશનલ ટૅક્નોલૉજીના પ્રમુખ અને ઇન્ટરનેશનલ ઍસોસિયેશન ઑફ એજ્યુકેટર્સ ફૉર વર્લ્ડ પીસના ચાન્સેલર તરીકે પણ એમણે સેવા આપેલી. સ્વૈચ્છિક નિવૃત્તિ પછી તેમણે યુવાનો માટે પંચશીલ આંદોલન શરૂ કર્યું હતું. ગુજરાત એમને લલિત નિબંધોના લેખક ઉપરાંત ભાષ્યકાર અને વિચારક તરીકે ઓળખે છે. એમની આગવી શૈલી અને મૌલિકતાને કારણે ગુજરાતી સાહિત્ય રળિયાત છે. યુવાનોમાં તેઓ લોકપ્રિય છે તેનું કારણ વક્તૃત્વની એમની આગવી છટા છે. સન 1997માં સાહિત્યના ક્ષેત્રમાં કરેલા પ્રદાન બદલ નર્મદ સુવર્ણચંદ્રક તથા રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલા. તેઓનાં પુસ્તકો ખૂબ વંચાય છે અને વેચાય છે. ગુણવંતભાઈ એટલે શિક્ષણ અને સાહિત્યના સંગમ પર ઊગેલું એક વિચારવૃક્ષ. એમનાં પત્ની અવંતિકાબહેન બધી વાતે સાથ આપે છે. લાડકાં સંતાનોનાં નામ છેઃ મિનિ, અમી અને વિવેક. ઘરમાં વિચારોનું વૃંદાવન સર્જાયું છે.

SKU: 9789351224228 Categories: , Tags: , , ,
Weight0.04 kg
Binding

Center Pin

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Ghare Ghare Gitamrut”

Additional Details

ISBN: 9789351224228

Month & Year: February 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 32

Weight: 0.04 kg

મૂળ રાંદેરના વતની ગુણવંતભાઈ વડોદરા, મદ્રાસ, મુંબઈ અને સુરતમાં પ્રોફેસર તરીકે કામ કર્યા પછી વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને વડોદરામાં સ્થિર થયા છે. પ્રોફેસર તરીકે એમણે… Read More

Additional Details

ISBN: 9789351224228

Month & Year: February 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 32

Weight: 0.04 kg