Bharelo Agni

Category Best Seller, Novel
Select format

In stock

Qty

‘ભારેલો અગ્નિ’ ભારતમાં અંગ્રેજો સામે થયેલા ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય-સંગ્રામને વાચા આપતી ક્લાસિક નવલકથા છે. એમાં જાણીતાં ઐતિહાસિક પાત્રો – ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, તાત્યા ટોપે, વગેરે છે, તો રુદ્રદત્ત જેવું કાલ્પનિક પાત્ર છે, જે નવલકથાનું સૌથી વધુ પ્રભાવક પાત્ર છે. સ્વરાજ્ય-પ્રાપ્તિ માટે યુદ્ધ અને હિંસાને અનિવાર્ય માનતા એ જમાનામાં રુદ્રદત્ત અહિંસાનો આગ્રહ આગળ કરે છે – એમાં ઘણાએ ગાંધીજીનો પ્રભાવ જોયો છે ને આવી વિચારસરણીનો એ સમય સાથે મેળ કેમ પડે?-એવો પ્રશ્ન કર્યો છે. જો કે, લેખકે નવલકથામાં એ સમય આબેહૂબ ઉપસાવ્યો છે.

વળી, ગૌતમ, ત્ર્યંબક, કલ્યાણી, લ્યુસી, વગેરે પાત્રો દ્વારા મનુષ્યસંબંધનું – પ્રેમસંબંધ અને ત્યાગ-ભાવનાનું રુચિર, મધુર આલેખન પણ આ નવલકથાનું એક વિશેષ આકર્ષક પાસું છે.

એક આખા યુગને પોતાના સર્જનમાં સમેટનાર યુગમૂર્તિ વાર્તાકાર શ્રી ર.વ. દેસાઈની આ ક્લાસિક નવલકથા ગુજરાતી સાહિત્યનું ઘરેણું છે.

SKU: 9789389858990 Categories: , Tags: , , ,
Weight0.29 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Bharelo Agni”

Additional Details

ISBN: 9789389858990

Month & Year: October 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 304

Weight: 0.29 kg

રમણલાલ વસંતલાલ દેસાઈ ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર અને કવિ હતા. તેમનો જન્મ વડોદરાના શિનોરમાં થયો હતો. વસંતલાલ ‘દેશભક્ત’ નામનું ગુજરાતી સામાયિક પ્રકાશિત કરતા હતા. તેમના… Read More

Additional Details

ISBN: 9789389858990

Month & Year: October 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 304

Weight: 0.29 kg