Bandivan

Category Novel
Select format

In stock

Qty

બંદીવાન
વર્ષા અડાલજા

જિંદગી જબ મૌન કારાગાર હો
“ગંગાજલ ડાલ દિયા?”
“લાઇટ આઉટ કિયા?”
૧૯૭૯થી બિહારના ભાગલપુરમાં કેદીઓની આંખમાં સોયા ખોસી, છિદ્રમાં એસિડ, નાંખી તેમને અંધ બનાવવાનો ભયાનક સિલસિલો ચાલુ હતો. ગંગાજલ એટલે એસિડ. લાઇટ આઉટ કિયા એટલે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ, જેલ ઑફિસરોને પૂછતો, કેદી આંધળો થઈ ગયો ને! આ ટ્રીગર પૉઇન્ટ હતું. લેખકનું…. ‘બંદીવાન’ લખવા માટેનું…..

જેલ. સમાજનો અંતિમ રહસ્યમય ખૂણો. સિતમનો ઇતિહાસ સદીઓ જૂનો છે અને વિશ્વનો કોઈ દેશ એમાંથી બાકાત નથી. જેલની ઊંચી કાળમીંઢ દિવાલોના અભેદ્ય કિલ્લા પાછળ કેદીઓ પર થતા અત્યાચારો અને એની અનેક ભયાનક તરકીબો કદી પ્રકાશમાં આવતી નથી. એ સમયે ગૂગલ નહોતું. લેખકે મહામહેનતે જેલપ્રવેશ મેળવ્યો, સ્ત્રી કેદીઓને મળ્યાં. જુદાં જુદાં અખબારો, પુસ્તકો, સામાયિકો ખરીદીને તેમાંથી વીણીને પાત્રો અને પ્રસંગો લઈ, નહીં સાંધો નહીં રેણ એ ન્યાયે સત્યઘટનાત્મક નવલકથા, કલ્પનાથી રચાઈ અને આકાર પામી.

સત્તા અને કાયદાની એડી નીચે દબાઈ અને કચડાઈ ગયેલાં કેદીઓની મૂંગી અને કરુણ
ચીસો અહીં તમને સંભળાશે. જેલના કેદીઓ પર ગુજારાતા અસીમ સીતમો, અત્યાચારો અને બર્બરતાની વાતો તમારું કાળજું કંપાવી ન દે તો જ નવાઈ! જેલમાં કેદીઓ ઉપ૨ ગુજારાતી યાતનાઓ, તેમના સંઘર્ષો, તેમની ઉપર થતા પાશવી જુલમોનાં સત્યઘટનાત્મક વર્ણનો તમને પણ જીવતી દોજખનો અનુભવ કરાવશે.

આ પુસ્તક તમારી અંદર ભયનું લખલખું પસાર થઈ જાય એવો જેલજીવનનો સાચો અને અધિકૃત પરિચય આપતો ગુજરાતી ભાષાનો એકમાત્ર દસ્તાવેજ છે.

SKU: 9788194304326 Category: Tags: , , ,
Weight0.26 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Bandivan”

Additional Details

ISBN: 9788194304326

Month & Year: October 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 280

Weight: 0.26 kg

વર્ષા અડાલજાનો જન્મ ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ લેખક ગુણવંતરાય આચાર્યને ત્યાં મુંબઈમાં થયો. શૈશવથી જ સાહિત્ય અને રંગભૂમિમાં રસરુચિ ગળથૂથીમાં મળ્યાં અને અનેક ક્લાસિક નાટકોમાં પ્રમુખ ભૂમિકાઓ… Read More

Additional Details

ISBN: 9788194304326

Month & Year: October 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 280

Weight: 0.26 kg