Aham Brahmasmi

Select format

In stock

Qty

વ્હેન સાયન્સ મીટ્સ સ્પિરિચ્યુઆલિટી

 

આ જગતમાં ઈશ્વરની હાજરીને લઈને બે વિચારધારાઓ પ્રવર્તી રહી છે. એક છે ટ્રાન્સેન્ડન્સ, જેમાં એવું માનવામાં આવે છે કે ઉપર આકાશમાં ઈશ્વર ક્યાંક વસે છે. આ જગતનું નિર્માણ કરીને, સર્જનહાર પોતે આ જગતને ઉપરથી નિહાળી રહ્યો છે. એણે આ સૃષ્ટિનું સર્જન તો કર્યું છે, પણ એ આ સૃષ્ટિનો ભાગ નથી. ફક્ત સાક્ષી છે. એ ન તો મંદિરમાં છે, ન તો મસ્જિદમાં. ન તો ચર્ચમાં છે, ન તો ગુરુદ્વારામાં. એ કોઈ અજાણ્યા સ્થળ પર બેઠો બેઠો આપણને બધાંને નિહાળી રહ્યો છે અને આ જગતનું સંચાલન કરી રહ્યો છે.

બીજી એક વિચારધારા એટલે ઈમીનન્સ. જે એવું માને છે કે સૃષ્ટિનું સર્જન કર્યા પછી સર્જનહારે પોતાની જાતને જગતના તમામ જીવોમાં વહેંચી દીધી. એ કોઈ અજાણી કે અદૃશ્ય જગ્યા પર નથી વસતો. આ બ્રહ્માંડનો સર્જનહાર એણે કરેલા સર્જનની અંદર જ વસે છે. એણે બનાવેલાં દરેક જીવોમાં વસે છે. જે ઈશ્વર મારામાં છે, એ જ ઈશ્વર તમારામાં પણ છે. એ નદીઓ, પર્વતો, વાદળો, ચાંદ-સૂરજ અને સિતારામાં છે. એ પક્ષીઓમાં છે, વૃક્ષોમાં છે. રસ્તા પરથી પસાર થતા દરેક મનુષ્યમાં પણ એ જ ઈશ્વર છે, જે મારી ને તમારી અંદર છે. સજીવ હોય કે નિર્જીવ પણ આ જગતની તમામ વસ્તુઓમાં એક અને માત્ર એક જ જણ વસવાટ કરે છે, અને એ છે આ જગતનો રચયિતા. આપણો સર્જનહાર.

દ્વૈતવાદ કે ‘ફોલ્સ ડ્યુઆલિટી’નું ખંડન કરતી આ કથા, આપણને આ સૃષ્ટિના સર્જક સાથે મુલાકાત કરાવે છે. આ બ્રહ્માંડનો એકમાત્ર રચયિતા એટલે…

– ડૉ. નિમિત્ત ઓઝા

Weight0.2 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Aham Brahmasmi”

Additional Details

ISBN: 9788195246823

Month & Year: September 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 214

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.2 kg

ડૉ. નિમિત્ત ઓઝા એક એવી ‘સ્પ્લીટ પર્સનાલિટી’ છે, જેમનાં બંને પાસાંઓ સમાજ માટે આશીર્વાદરૂપ છે. ઑપરેશન થિયેટરની અંદર બેરહેમીથી સર્જીકલ નાઇફ ચલાવતા એક સંવેદનહીન સર્જન… Read More

Additional Details

ISBN: 9788195246823

Month & Year: September 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 214

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.2 kg