80 Divas Ma Pruthvi Ni Pradakshina

Select format

In stock

Qty

80 દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા
જૂલે વર્ન

જૂલે વર્ને 1867માં લખેલી આ કથા તેના સર્વશ્રેષ્ઠ સર્જનોમાંની એક છે. અઢારમી અને ઓગણીસમી સદીની અલ્પવિકસિત દુનિયામાં રહેતા મહાન સર્જકે આજે 21મી સદીમાં પણ વાંચતાં આશ્ચર્ય અને રોમાંચ જગાડતી આ કૃતિનું સર્જન કર્યું હતું.
બૅંક ઑફ ઇંગ્લૅન્ડમાં થયેલી એક લૂંટના સંદર્ભમાં 80 દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરી બતાવવાનો એક પડકાર કથાનાયક ફિલિયાસ ફોગ સામે આવે છે. શાંત, સ્વસ્થ અને ગંભીર સ્વભાવ હોવાં છતાં તેણે એ પડકાર ઝીલી લીધો. અને ચાલુ થઈ – લંડનથી લંડન વાયા યુરોપ, ઇન્ડિયા, ચીન, જાપાન અને અમેરિકાની જીવસટોસટનાં સાહસોથી ભરેલી યાત્રા. કથાનો સૌથી રોમાંચક ભાગ લેખકને પ્રિય એવા ઇન્ડિયા સંબંધી છે. મલબાર હિલના મંદિરનો દિલધડક પ્રસંગ, હાથી ઉપરની અનોખી સવારી, બુંદેલખંડની રાજરાણીની વીતકકથા, કલકત્તાની કોર્ટમાં ભજવાયેલું સજા-એ-અમલનું પ્રહસન, ઉપરાંત હજારો જંગલી ભેંસોના ટોળા દ્વારા અટકાવાતી રેલગાડી અને છેલ્લે નાચયક અને ખલનાયક વચ્ચેના દ્વંદ્વના પ્રસંગો કથાના અંત સુધી વાચકને જકડી રાખે છે.
દુનિયાની અનેક ભાષાઓમાં પ્રગટ થયેલી આ સાહસકથાએ વેચાણના અનેક વિક્રમો સર કર્યા છે.

SKU: 9789388882361 Category: Tags: , , , , , , ,
Weight0.25 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “80 Divas Ma Pruthvi Ni Pradakshina”

Additional Details

ISBN: 9789388882361

Month & Year: May 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 224

Weight: 0.25 kg

જુલે વર્ન ફ્રેન્ચ નવલકથાકાર, કવિ અને નાટ્યકાર હતા. જુલે વર્ન વિજ્ઞાન સાહિત્યના ઋષિ ગણાય છે. એ ક્ષેત્રે તેમણે નવી જ કલ્પના કરી જે સમયાંતરે સત્યમાં… Read More

Additional Details

ISBN: 9789388882361

Month & Year: May 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 224

Weight: 0.25 kg