Vinod Bhatt
7 Books / Date of Birth:- 14-01-1938 / Date of Death:- 23-05-2018
વિનોદ ભટ્ટ ગુજરાતી ભાષાના લોકપ્રિય હાસ્યલેખક હતા. તેમનાં હાસ્યલેખોની કટાર ગુજરાતી સમાચાર પત્રો અને અન્ય સામયિકોમાં પ્રગટ થતી હતી. તેમનો જન્મ ગુજરાતનાં નાંદોલ ખાતે થયો હતો. તેમણે 1955માં એસ.એસ.સી. ઉત્તિર્ણ કર્યું અને 1961માં અમદાવાદની એચ.એલ. કૉમર્સ કૉલેજમાંથી સ્નાતક થયા હતા. પછીથી તેમણે એલ.એલ.બી.ની પદવી મેળવી હતી. તેઓ વ્યવસાયે વેરા સલાહકાર હતા. 1996-97 દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. તેમની કટાર ‘મગનું નામ મરી’ ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થતી હતી જે પાછળથી દિવ્ય ભાસ્કરમાં ‘ઇદમ તૃતિયમ’ તરીકે પ્રસિદ્ધ થઇ હતી. તેમણે 1976માં કુમાર ચંદ્રક, 1889માં રણજિતરામ સુવર્ણચંદ્રક, 2016માં રમણભાઇ નીલકંઠ પુરસ્કાર અને જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક જેવા અનેક પુરસ્કારોથી તેઓ સન્માનિત થયેલા છે.