Shivaji Savant
1 Book / Date of Birth:- 31-08-1940 / Date of Death:- 18-09-2002
શિવાજી ગોવિંદરાવ સાવંતનો જન્મ આજરા, કોલ્હાપુર (મહારાષ્ટ્ર) ખાતે થયો હતો. વ્યવસાએ તેઓ રાજારામ હાઈસ્કૂલ કોલ્હાપુર, ખાતે વાણિજ્ય શિક્ષક હતા, તેઓ ‘લોકશિક્ષણ’ માસિક, શિક્ષણ વિભાગ, પૂનાના 1962-74 દરમિયાન સંપાદક હતા. સ્વેચ્છા નિવૃત્તિ લઈને તેમણે લેખન, વાંચન, ચિંતન, મનન, પ્રવાસ, વ્યાખ્યાન વગેરેમાં પ્રવૃત રહેતા. તેઓ કબડ્ડી, વૉલીબૉલ, હૉકી વગેરે રમતોના શોખીન હતા. કોલ્હાપુર જિલ્લાના કબડ્ડીના કપ્તાન તરીકે રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધો હતો. રમતગમતમાં અનેક પારિતોષિકો મેળવ્યાં હતા. સ્વિમિંગ, ટેબલ ટેનિસ અને અન્ય વ્યાયામના પણ શોખીન હતા. તેમની નવલકથામાં અત્યંત લોકપ્રિય ‘મૃત્યુંજય’,‘છાવા’ અને શ્રીકૃષ્ણ ચરિત્ર પર આધારિત ‘યુગંધર’ છે. ‘લઢત’ અને ‘મોરાવળા’ રેખારિત્રો તથા ‘શેલકા સાજ’ લલિતનિબંધ છે.

Showing the single result