Mahadev Desai
0 Books / Date of Birth:- 01-01-1892 / Date of Death:- 15-08-1942
મહાદેવભાઈ હરિભાઈ દેસાઈ સ્વતંત્રતા સેનાની તેમ જ ચરિત્રલેખક, ડાયરીલેખક, અનુવાદક હતા. તેઓ મહાત્મા ગાંધીનાં અંગત મદદનીશ તરીકે વધુ જાણીતા થયા. તેમનો જન્મ સરસ (મુળગામ દિહેણ), સુરત જિલ્લામાં થયો હતો. બી.એ. એલએલ. બી. થઈ અમદાવાદમાં વકીલાતનો આરંભ કરેલો પણ સફળ ન થતાં સરકારી ખાતામાં જોડાયેલા. ત્યારબાદ ગાંધીજીથી પ્રભાવિત થઈને ૧૯૧૭ થી તેમના અંતેવાસી બન્યા. તેમને સાહિત્ય અકાદમીનો ૧૯૫૫નો પુરસ્કાર અર્પણ થયો હતો. ‘અંત્યજ સાધુનંદ’, ‘વીર વલ્લભભાઈ’, ‘સંત ફ્રાંસિસ’ અને ‘બે ખુદાઈ ખિદમતગાર’ ‘મૌલાના અબ્દુલકલામ આઝાદ’એમના ચરિત્રગ્રંથો છે.. સ્વરાજ આંદોલન નિમિત્તે એમણે લખેલા ગ્રંથો પૈકી ‘એક ધર્મયુદ્ધ’ માં અમદાવાદની મિલમજૂરોની લડતનો ઇતિહાસ આલેખાયેલો છે; ‘બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ’ અને ‘ગોખલેનાં વ્યાખ્યાનો’ પણ હકીકતોને ભાવવાહી રીતે રજૂ કરતા હોઈ ધ્યાનાર્હ છે. બારમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં પત્રકારત્વ વિભાગના પ્રમુખપદેથી આપેલું વ્યાખ્યાન ‘વૃત્તવિવેચન અને વૃત્તવિવેચકો’ એમની સ્વાધ્યાયનિષ્ઠાના ઉદાહરણરૂપ છે. ‘તારુણ્યમાં પ્રવેશતી કન્યાને પત્રો’ તથા ‘ખેતીની જમીન’ એમના એ વિષયના પ્રકીર્ણ ગ્રંથો છે.આ ઉપરાંત તેઓ વિશેષ જાણીતા છે એમના ડાયરીલેખનને કારણે. ૧૯૪૮માં ‘મહાદેવભાઈની ડાયરી’ – ભા. ૧ પ્રકાશિત થયા પછી ક્રમશઃ ૧૯૮૦માં ભા. ૧૭ પ્રકાશિત થયેલો છે. ખાસ કરીને ગાંધીજીની દિનચર્યા-જીવનચર્યાને આલેખતી આ ડાયરી મહાદેવભાઈની સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ અને ભાવવાહી રસળતી શૈલીની અભિવ્યક્તિશક્તિનું ઉદાહરણ છે.‘ 
No products were found matching your selection.