Dhiruben Patel
16 Books / Date of Birth:- 25-05-1926
ધીરુબેન પટેલ નવલકથાકાર,વાર્તાકાર,નિબંધકાર, સંપાદક જેવા અનેક સાહિત્યપ્રકાર સાથે લખતા લેખિકા છે. ધીરૂબેનનો જન્મ વડોદરા શહેર ખાતે થયો હતો. ચરોતર પ્રદેશનું ધર્મજ એ તેમનું મૂળ વતન છે.એમણે ઇ.સ. ૧૯૪૫ના વર્ષમાં અંગ્રેજી વિષય સાથે સ્નાતકની ઉપાધિ પ્રાપ્ત કરી હતી અને ઇ.સ. ૧૯૪૮ના વર્ષમાં અનુસ્નાતકની પદવી હાંસલ કરી હતી.૧૯૪૯ - ૧૯૬૩ - ભવન્સ કોલેજ, મુંબઈમાં અધ્યાપક૧૯૬૩ - ૧૯૬૪ - દહીંસરની કોલેજમાં અંગ્રેજીનાં અધ્યાપકથોડો વખત 'આનંદ પબ્લીશર્સ'નું સંચાલન૧૯૬૩ના વર્ષથી - કલ્કી પ્રકાશન૧૯૭૫ સુધી - 'સુધા' સાપ્તાહીકનાં તંત્રી૧૯૮૦ - તેમના લખેલા નાટક પરથી કેતન મહેતાનું પ્રખ્યાત ચલચિત્ર ભવની ભવાઈ સર્જાયું છે.૨૦૦૩-૨૦૦૪ - ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખભારતીય વિદ્યાભવનમાં અધ્યાપક ધીરુબેન પટેલને ઇ.સ. ૧૯૮૦ના વર્ષનો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને ૧૯૮૧માં કે.એમ. મુન્શી સુવર્ણ ચંદ્રક અને ૨૦૦૨માં સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ૧૯૯૬માં તેમને નંદશંકર સુવર્ણ ચંદ્રક અને દર્શક પુરસ્કાર મળ્યો હતો. તેમની નવલકથા આગંતુક માટે ૨૦૦૧માં તેમને સાહિત્ય અકાદમીનો ગુજરાતી ભાષા માટેનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

Showing all 16 results