Gita Ane Aa Jindgi

Select format

In stock

Qty

ગીતા – શાણપણની સંહિતા સદીઓથી ભગવદ્ગીતા વિશે લખાય છે અને બોલાય છે. આ ગ્રંથ જ એવો છે કે જે કોઈ એમાં પ્રવેશે એ એના વિશે બોલવા કે લખવા પ્રેરાય. પછી એ ડૉ. રાધાકૃષ્ણ હોય કે રજનીશજી. ભગવદ્ગીતાના અનુવાદો પણ અનેક ભાષામાં થયા છે. ભારતીય સંસ્કતિનાં બે સુવર્ણ પ્રવેશદ્વારો છે. આ બે દ્વાર એટલે ‘રામાયણ’ અને ‘મહાભારત’ સમગ્ર ભારતીય સંસ્કૃતિનો સર્વાંગી પરિચય ‘રામાયણ’ અને ‘મહાભારત’ દ્વારા જ થાય છે. ‘રામાયણ’ એક શાંત સરોવર જેવો ગ્રંથ છે. ‘મહાભારત’ એક વિરાટ સમુદ્ર છે. આ ‘મહાભારત’ના વિરાટ સમુદ્રમાં શ્રીમદ્ ભગવદ્ગીતા એ દીવાદાંડી જેવી છે. ગીતા અઢાર અધ્યાયમાં વિભાજિત છે અને એના 700 શ્લોક છે. ગીતાનું જન્મસ્થાન યુદ્ધભૂમિ છે. સામસામે બંને સેનાઓ છે. અર્જુન રથમાં છે. કૃષ્ણ એના સારથિ છે. અર્જનનું બીજું નામ પાર્થ છે એટલે કૃષ્ણ પાર્થસારથિ તરીકે ઓળખાય છે. ગીતા માનસશાસ્ત્રના ગ્રંથ તરીકે પણ ઓળખાય છે. એ એક રૂપક છે. કૌરવો અને પાંડવો આપણા મનમાં જ હોય છે. આપણું હૃદય જ યુદ્ધભૂમિ છે. થોડીક આ વિશેની પંક્તિઓ જોઈએ : તું કૌરવ, તુંં પાંડવ : મનવા! તું રાવણ; તું રામ! હૈયાના આ કુરુક્ષેત્ર પર પળપળનો સંગ્રામ! હરિભાઈ કોઠારી એક ભાવિક સજ્જન છે. એ જે કંઈ વાત કરે છે તે સહજ અને સ્વાભાવિક છે. ગીતા વિશે નિયમિત કંઈક ને કંઈક કહેતા રહ્યા છે. એમની વાણીમાં સાતત્ય છે અને એકસૂત્રતા છે, પણ એકવિધતા નથી. એ જરૂર પડે દૃષ્ટાંતો પણ આપે છે અને આંખ સામે અનેક સ્તરના શ્રોતાઓ હોય તો એ શ્રોતાઓને ગળે ઘૂંટડો ઊતરે એટલી સરસરીતે વાત કરી જાણે છે. આ ગ્રંથ એમના અભ્યાસ-સાતત્યનો નિચોડ છે. જે કોઈ આ ગ્રંથ વાંચશે એને કશુંક ને કશુંક અમૂલ્ય અવશ્ય પ્રાપ્ત થશે. – સુરેશ દલાલ

SKU: 9789395556255 Categories: , , , , Tags: , , , , , , , ,
Weight0.24 kg
Dimensions1.5 × 5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Gita Ane Aa Jindgi”

Additional Details

ISBN: 9789395556255

Month & Year: October 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 260

Dimension: 1.5 × 5.5 × 8.5 in

Weight: 0.24 kg

હરિભાઈ કોઠારી ઉત્તમ કક્ષાના વક્તા છે. ધર્મનો અંચળો ઓઢ્યા વિના એમને જે વાત સહજપણે સૂઝે છે, સ્ફુરે છે એ વહેતી કરે છે. એમની વાણીમાં નરી… Read More

Additional Details

ISBN: 9789395556255

Month & Year: October 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 260

Dimension: 1.5 × 5.5 × 8.5 in

Weight: 0.24 kg